Donation
સો કામ છોડીને સ્નાન કરી લેવું, હજાર કામ છોડીને ભોજન કરી લેવું,
લાખ કામ છોડીને દાન કરી લેવું અને કરોડ કામ છોડી ભક્તિ (સત્સંગ) કરી લેવી.
શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય ૧૭ શ્લોક ૨૦માં દાનની વ્યાખ્યા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને આપેલી છે. દાન દેવું એ ફરજ છે એવી સમજણથી કોઈ પણ જાતની અપેક્ષા વગર યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યકિતને જે અપાય છે તેને સાત્ત્વિક દાન કહે છે. દાનની આવી સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા આખા જગતમાં બીજી એક પણ નથી. દરેકે પોતાની જાતને પૂરી પ્રામાણિકતાથી એક પ્રશ્ન હૃદય ઉપર હાથ મૂકી પ્રભુસાક્ષીએ પૂછવાનો છે. અત્યાર સુધી મેં કેટલું દાન કર્યું ? દરેકે પોતાની કુલ આવકના એ દૈનિક, માસિક કે વાર્ષિક પણ હોઈ શકે છે તેના દસ ટકા ધર્માદા કરવાનું તો શાસ્ત્રોમાં પણ લખ્યું છે. જાગ્યા ત્યારથી સવાર. શક્તિ મુજબ દાન કરવાનું આજથી શરુ કરીયે. આપણી ઉમાપુરમ સંસ્થામાં નીચે મુજબના દાન આવકાર્ય છે.
DONATION
શ્રી ઉમિયા માતાજી મંદિરના વાર્ષિક દાનની યાદી
શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દ્વારા માતાજીમાં ભક્તિ, પવિત્રતા અને વિશ્વાસની ભાવના સાથે સામાજીક અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. સંસ્થા દ્વારા આયોજીત આવા ધાર્મિક કાર્યો માટે આપ યથા શક્તિ પ્રમાણે દાન આપી સહભાગી બની શકો છો.
માતાજીની ચુંદડી અને અન્ય દેવી દેવતાના વાઘા ના દાતા
વાર્ષિક અગિયાર હજાર રૂપિયા ભરી, તમે માતાજીની ચુંદડી અને અન્ય દેવી દેવતાના વાઘા ના દાતા જે તે વર્ષ માટે બની શકો છો.






